વિસનગરઃ ગતિશીલ ગુજરાતની ગંદકી વટાવી ભણતા ગોઠવાના વિદ્યાર્થીઓ

અટલ સમાચાર, મહેસાણા (કીરણ ઠાકોર) વિસનગર તાલુકાના ગોઠવા ગામના વિદ્યાર્થીઓ ભણવાની તમન્ના સાથે અભ્યાસ કરવા જતા હોય છે. માતા પોતાનું બાળક ભવિષ્યનો તેજસ્વી તારલો બને તે રીતે હોંશભેર માથુ, ગણવેશ, બુટ પહેરાવી સ્કૂલે જવા નીકળે છે. પરંતુ નિષ્ક્રીય પંચાયતી શાસનના મારથી શાળાએ પહોંચતા પહેલા ગામની ગંદકીમાંથી પસાર થવું મજબૂરી બની ગયું છે. શાળાએ પહોંચતા પહોંચતા
 
વિસનગરઃ ગતિશીલ ગુજરાતની ગંદકી વટાવી ભણતા ગોઠવાના વિદ્યાર્થીઓ

અટલ સમાચાર, મહેસાણા (કીરણ ઠાકોર)

વિસનગર તાલુકાના ગોઠવા ગામના વિદ્યાર્થીઓ ભણવાની તમન્ના સાથે અભ્યાસ કરવા જતા હોય છે. માતા પોતાનું બાળક ભવિષ્યનો તેજસ્વી તારલો બને તે રીતે હોંશભેર માથુ, ગણવેશ, બુટ પહેરાવી સ્કૂલે જવા નીકળે છે. પરંતુ નિષ્ક્રીય પંચાયતી શાસનના મારથી શાળાએ પહોંચતા પહેલા ગામની ગંદકીમાંથી પસાર થવું મજબૂરી બની ગયું છે. શાળાએ પહોંચતા પહોંચતા વિદ્યાર્થીઓ રોડ પર રહેલી ગંદકીથી લથપથ બની જાય છે. સ્વચ્છતા અંગે ગોઠવા ગ્રામ પંચાયત બેઅસર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વિસનગરઃ ગતિશીલ ગુજરાતની ગંદકી વટાવી ભણતા ગોઠવાના વિદ્યાર્થીઓ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામની હાલત વિદ્યાર્થીઓને અસર કરી રહી છે. ગામથી કડા તરફ જતો રોડ બિસ્માર હાલતમાં સપડાઈ ગયો છે. જેથી ગ્રામ પંચાયતને સ્વચ્છતા અંગેનું ભાન હોય તેવું જણાઈ રહ્યું નથી. શાળાએ ભણવા જઈ રહેલ બાળકોને મજબૂરીમાં ગંદકીભર્યા રોડમાંથી પસાર થવું પડી રહ્યું છે. શાળામાંથી સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે અને ગામની ગંદકી જોઈ વિદ્યાર્થીઓના મન ઉપર કેવી અસર થતી હશે તે વહિવટકર્તાઓએ ધ્યાને લેવું રહ્યું.

Video:

ગામનો મુખ્ય રસ્તો ડામરથી બનેલો છે, પરંતુ રોડ હોય તેવું જણાતું નથી. રોડ ઉપર ખાડા, ગારો અને ગંદકીથી કાચો રસ્તો હોયતેમ લાગી રહ્યું છે. સામાન્ય વરસાદમાં જ ગામ ગંદકીમાં ફેરવાઈ જાય છે. છેલ્લા 5 વર્ષથી અભ્યાસની ઉમ્મીદ સાથે ઘરેથી શાળાએ પહોંચતા સુધીમાં ગામની ગંદકી માસૂમ વિદ્યાર્થીઓ સાથે શાળામાં પહોંચી રહી છે. દૈનિક બની ગયેલી આ સમસ્યાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આથી ગામમાં બિમારીઓએ ઘુસપેઠ કરી દીધી છે.

વિસનગરઃ ગતિશીલ ગુજરાતની ગંદકી વટાવી ભણતા ગોઠવાના વિદ્યાર્થીઓ

જોકે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધર્યું છે. જેને રાજ્ય સરકાર પણ મહત્વનું ગણી પ્રયાસો હાથ ધર્યા છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકારે આ અભિયાનને સફળ બનાવવા રાજ્યની ગ્રામ પંચાયતોમાં નાણા આપવામાં કમી રહેવા દીધી નથી. આમછતાં ગામને સ્વચ્છતાની જગ્યાએ બદતર બનાવી રહેલ જવાબદારો સ્વચ્છભારત, ગતિશીલ ગુજરાત અને સ્વચ્છતા અભિયાનને ધક્કો પહોંચાડી રહ્યા છે. જેને લઈ ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ નારાજ જણાઈ રહ્યા છે.