અવાજ@કામદારોઃ સાપાવાડા કંપનીમાં પહેલા શોષણ, હવે આંદોલનના ડરે પોલીસનું શરણ

અટલ સમાચાર, મહેસાણા બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામની સીમમાં આવેલી કે.આર. સ્ટેમ્પીંગ નામની કાર ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપમાં કોન્ટ્રાક્ટર દ્વારા આર્થિક શોષણ અને પગાર વધારા મામલે રજૂઆત કરનાર 51 કામદારોને કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ વિના રાતોરાત હાંકી કાઢવામાં આવ્યા હતા. જેને પગલે શ્રમવિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ તેમજ ઠાકોર સેના દ્વારા 48 કલાકમાં તમામ કામદારોને નોકરીમાં
 
અવાજ@કામદારોઃ સાપાવાડા કંપનીમાં પહેલા શોષણ, હવે આંદોલનના ડરે પોલીસનું શરણ

અટલ સમાચાર, મહેસાણા

બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામની સીમમાં આવેલી કે.આર. સ્ટેમ્પીંગ નામની કાર ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપમાં કોન્ટ્રાક્ટર દ્વારા આર્થિક શોષણ અને પગાર વધારા મામલે રજૂઆત કરનાર 51 કામદારોને કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ વિના રાતોરાત હાંકી કાઢવામાં આવ્યા હતા. જેને પગલે શ્રમવિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ તેમજ ઠાકોર સેના દ્વારા 48 કલાકમાં તમામ કામદારોને નોકરીમાં પરત નહી લેવાય તો આંદોલનની ચિમકીને પગલે મંગળવારે સમય પૂરો થતો હોઈ કંપની સંચાલકોએ કંઈ નવા-જૂની થવાના ડરથી પોલીસબંદોબસ્ત માંગ્યો હતો.

સાપાવાડા સ્થિત કે.આર.સ્ટેમ્પીંગ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા 51 જેટલા કામદારોએ ગત બુધવારે બહુચરાજી મામલતદાર અને મહેસાણા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં કંપની દ્વારા 10 કલાકથી વધુનું કામ લઈ 8 કલાકનુ વેતન ચુકવી આર્થિક શોષણ કરાતું હોવાની તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા છૂટા થયેલા કામદારોના પીએફના નાણા જમા નહી કરાવાતા હોવાનો આક્ષેપ કરાયો હતો. આમછતાં તંત્ર દ્વારા કોઈ જ તપાસ કાર્યવાહી કરાઈ ન હતી. બીજીબાજુ મોડેમોડે જાગેલા શ્રમ આયુક્ત કચેરી મહેસાણાએ કંપનીની રૂબરૂ મુલાકાત કરી સંચાલકોને આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી હતી.

ત્યારબાદ ગત રવિવારે ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કંપનીમાં રૂબરૂ જઈ હાજર પ્લાન્ટ હેડને 48 કલાકમાં છૂટા કરાયેલા તમામ 51 કામદારોને પુનઃ નોકરીએ રાખી લેવા નહી તો વિરાટ સંમેલન બોલાવી કંપનીનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મંગળવારે 48 કલાકની આ મુદત પુરી થતી હોઈ પોલીસ બંદોબસ્ત માંગી લીધો હતો. જેને પગલે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 7 પીઆઈ, રાયોટ કંટ્રોલવાન, વોટર કેનન સહિત 100થી વધુ પોલીસનો કાફલો બહુચરાજીમાં ઉતારી દેવાયો હતો. જેને લઈ ગામલોકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે  મંગળવારે આ તમામ ગતિવિધી થયા બાદ સમાધાન થયું હતું.