મતદારો@અમેઠીઃ હાર બાદ પહેલીવાર મળવા જશે રાહુલગાંધી

અટલ સમાચાર ડેસ્ક લોકસભા ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર રાહુલ ગાંધી અમેઠીના મતદારોને મળવા જશે. રાહુલ ગાંધી 10 જુલાઈએ અમેઠીના પ્રવાસ પર જશે. અમેઠીથી 15 વર્ષ સુધી સાંસદ રહેલા રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાર આપી હતી. કોંગ્રેસે આ પરંપરાગત સીટ પર લોકસભા ચૂંટણીમાં મળેલ હારનું વિશ્લેષણ કરવા માટે બે સભ્યોની પેનલની
 
મતદારો@અમેઠીઃ હાર બાદ પહેલીવાર મળવા જશે રાહુલગાંધી

અટલ સમાચાર ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર રાહુલ ગાંધી અમેઠીના મતદારોને મળવા જશે. રાહુલ ગાંધી 10 જુલાઈએ અમેઠીના પ્રવાસ પર જશે. અમેઠીથી 15 વર્ષ સુધી સાંસદ રહેલા રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાર આપી હતી.

કોંગ્રેસે આ પરંપરાગત સીટ પર લોકસભા ચૂંટણીમાં મળેલ હારનું વિશ્લેષણ કરવા માટે બે સભ્યોની પેનલની રચના કરી હતી. જેમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ કે એલ શર્મા અને એઆઈસીસી સચિવ જુબેર ખાન સામેલ હતા.

પેનલ મુજબ સ્થાનિક સ્તર પર સમાજવાદી પાર્ટી અને બસપાના કાર્યકર્તાઓનો સહયોગ ન મળવાથી હાર જોવી પડી છે. મહાગઠબંધને અમેઠીમાં કોઈ ઉમેદવારને ન ઉતારવાનો ફેસલો કર્યો હતો.

અમેઠીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે બીએસપીના વોટ કોંગ્રેસને શિફ્ટ થવાને બદલે ભાજપના ખાતામાં ચાલ્યાં ગયાં હતાં. એક સ્થાનિક નેતાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને આગામી ચૂંટણીમાં 2014ના 4,08,651 વોટના મુકાબલે 4,13,994 વોટ મળ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં બસપા ઉમેદવારને 57000 વોટ મળ્યા હતા. આશ્ચર્યજનક રૂપે અમેઠીમાં રાહુલ ગાંધીની હારની વચ્ચેનું અંતર પણ 55000નું રહ્યુંં હતું.

રાહુલ ગાંધીની અમેઠીમાં હાર પર સ્થાનિક કોંગ્રેસી નેતા યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, બસપા ઉમેદવારની અનુપસ્થિતિમાં જે વોટ કોંગ્રેસને મળવા જોઈતા હતા, તે ભાજપ તરફ શિફ્ટ થઈ ગયા. જો કે પેનલના સભ્ય કે એલ શર્મા આ સ્પષ્ટતાથી સંતુષ્ટ નહોતા અને તેમણે કહ્યું હતું કે તિલોઈ અને ગૌરીગંજ વિસ્તારના પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી પણ ફીડબેક લેવામાં આવશે.