વાવઃ પીવાના પાણી માટે તરસતું ઢેરીયાણા, તલાટીની રાહ જોઈ બેઠેલી પંચાયત

અટલ સમાચાર, મહેસાણા, વાવ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીથી દયનીય હાલતમાં મુકાયો છે. જિલ્લાના અનેક તાલુકાના ગામડાઓ પાણી વિના તરસે તરફડી રહ્યા છે. જ્યારે કેટલાક ગામડાઓ વહિવટકર્તાઓના પાપે મુશ્કેલીમાં મુકાયા છે. વાવ તાલુકાનું ઢેરીયાણા આશરે 1500 જનસંખ્યા ધરાવતું ગામ છે. આ ગામના 150 કુટુંબો પીવાના પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. ગામલોકો ખુદ તરસ્યા રઝળી
 
વાવઃ પીવાના પાણી માટે તરસતું ઢેરીયાણા, તલાટીની રાહ જોઈ બેઠેલી પંચાયત

અટલ સમાચાર, મહેસાણા, વાવ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીથી દયનીય હાલતમાં મુકાયો છે. જિલ્લાના અનેક તાલુકાના ગામડાઓ પાણી વિના તરસે તરફડી રહ્યા છે. જ્યારે કેટલાક ગામડાઓ વહિવટકર્તાઓના પાપે મુશ્કેલીમાં મુકાયા છે.

વાવઃ પીવાના પાણી માટે તરસતું ઢેરીયાણા, તલાટીની રાહ જોઈ બેઠેલી પંચાયત

વાવઃ પીવાના પાણી માટે તરસતું ઢેરીયાણા, તલાટીની રાહ જોઈ બેઠેલી પંચાયતવાવ તાલુકાનું ઢેરીયાણા આશરે 1500 જનસંખ્યા ધરાવતું ગામ છે. આ ગામના 150 કુટુંબો પીવાના પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. ગામલોકો ખુદ તરસ્યા રઝળી રહ્યા છે તો બીજી તરફ પશુઓ માટે પાણી મળવું ખુબ મુશ્કેલ બન્યું છે. ગામના હવાડામાં ટીંપુય પાણી નહી હોવાથી પશુજીવ પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. આ બાબતે ગામલોકો દ્વારા મામલતદારથી લઈ મંત્રી પરબત પટેલ સુધી રજુઆત કરવામાં આવી છે. પરંતુ બન્ને જગ્યાએથી નિરાશા સાંપડી છે. પરબત પટેલ ગામની ઉપેક્ષા કરતા હોવાના આક્ષેપો પણ ગામલોકો કરી રહ્યા છે.

તલાટી-સરપંચ વિના ખાલી રહેતી ગ્રામપંચાયત

છેલ્લા 20થી વધુ દિવસથી પાણીની સમસ્યા ઊભી થઈ છે. કેનાલનું પાણી પણ મળી રહ્યું નથી. આવી સ્થિતિમાં ગામલોકો પંચાયતમાં વહિવટકર્તાઓને શોધવા જાય પંચાયત ખાલીખમ જણાઈ રહ્યું છે. સરપંચ તો ગામમાં જ નથી જ્યારે તલાટી નેહાબેન ગામમાં જ રહે છે તેમછતાં 1 મહિનાથી પંચાયતનું મોંઢુ જોયું નથી. સરકારે લખલૂંટ પગાર આપી ગામનો યોગ્ય વહિવટ કરવાની જવાબદારી સોંપી છે તેવા તલાટી ગામલોકોના ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી.

વાવઃ પીવાના પાણી માટે તરસતું ઢેરીયાણા, તલાટીની રાહ જોઈ બેઠેલી પંચાયત

પંચાયતનો સરકારી બોર નથીઃ ગામના એક નાગરિક

આ બાબતે ઢેરિયાણા ગામના જ એક નાગરિકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પાણી વિના ગામલોકો મહિનો થવા આવ્યો ત્યારથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. પંચાયતનો બોર નથી અને કેનાલનુ પાણી પણ આવતું ન હોવાથી કામ-ધંધા મુકી પાણીની સગવડ કરવી અમારા માટે મુશ્કેલ બની રહ્યું છે. બનાસકાંઠા વહિવટીતંત્ર અમારા ગામની મુલાકાત લે તો અહીંની કપરી સ્થિતિથી કંપારી છૂટી જાય તેમ કહેતા ગામના નાગરિકની નિરાશા જણાઈ આવી હતી.