પ્રતિજ્ઞા@સમાજ: ચૌધરી સિવાય લગ્ન નહિ કરવા છોકરીઓને શપથ લેવડાવ્યા

અટલ સમાચાર, વાવ, મહેસાણા ઉત્તર ગુજરાતમાં સામાજિક વાતાવરણ મજબૂત બની રહ્યું છે. આંતરજ્ઞાતિય લગ્ન વધી જતાં દરેક સમાજ કોઇને કોઇ બાબતે મંથન કરી રહ્યા છે. પાલનપુરની એક વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને સમાજમાં જ લગ્ન કરવા જણાવી દેવાયું છે. ચૌધરી સમાજની સંસ્થા દ્વારા આંતરજ્ઞાતિય લગ્ન નહિ કરવા છોકરીઓને શપથ લેવડાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સમાજનાં યુવક
 
પ્રતિજ્ઞા@સમાજ: ચૌધરી સિવાય લગ્ન નહિ કરવા છોકરીઓને શપથ લેવડાવ્યા

અટલ સમાચાર, વાવ, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં સામાજિક વાતાવરણ મજબૂત બની રહ્યું છે. આંતરજ્ઞાતિય લગ્ન વધી જતાં દરેક સમાજ કોઇને કોઇ બાબતે મંથન કરી રહ્યા છે. પાલનપુરની એક વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને સમાજમાં જ લગ્ન કરવા જણાવી દેવાયું છે. ચૌધરી સમાજની સંસ્થા દ્વારા આંતરજ્ઞાતિય લગ્ન નહિ કરવા છોકરીઓને શપથ લેવડાવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સમાજનાં યુવક અને યુવતી લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં સમર્થન ઓછું અને વિરોધ વધારે છે. કોઇપણ સમાજની છોકરી અન્ય સમાજનાં યુવક સાથે લગ્ન કરે ત્યારે પરિવાર સહિત સમાજમાં કોલાહલ મચી જાય છે. કાયદાનો આધાર હોવાથી માતા પિતા અને સમાજ કંઇ જ કરી શકતા નથી.

આવી સ્થિતિમાં પાલનપુર ખાતે આવેલી ચૌધરી સમાજની સંસ્થાએ નવીન રસ્તો અપનાવ્યો છે. અર્બુદા વિદ્યાલયની છોકરીઓને માત્ર પોતાના જ સમાજમાં લગ્ન કરવાનું કહી શપથ લેવડાવ્યા છે. અન્ય સમાજમાં લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી દીધી છે. જેની ચૌધરી સમાજમાં પ્રશંસા થઈ રહી છે.