ચેતવણી: મોબાઈલથી ફેલાય છે કોરોના, હોસ્પિટલમાં પ્રતિબંધ મૂકો: નિષ્ણાતો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઇરસ ફેલાવવાને લઇને ડોક્ટરોએ ચેતવણી જારી કરી છે અને જણાવ્યું છે કે જે વસ્તુઓ દ્વારા કોરોના વાઇરસ ફેલાઇ શકે છે તેમાં મોબાઇલ ફોનનો પણ સમાવેશ થાય છે. જેને પગલે હોસ્પિટલોમાં મોબાઇલના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામા આવે તેવી સલાહ પણ ડોક્ટર દ્વારા સરકારને આપવામાં આવી રહી છે. કોરોના એવો વાઇરસ છે કે
 
ચેતવણી: મોબાઈલથી ફેલાય છે કોરોના, હોસ્પિટલમાં પ્રતિબંધ મૂકો: નિષ્ણાતો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઇરસ ફેલાવવાને લઇને ડોક્ટરોએ ચેતવણી જારી કરી છે અને જણાવ્યું છે કે જે વસ્તુઓ દ્વારા કોરોના વાઇરસ ફેલાઇ શકે છે તેમાં મોબાઇલ ફોનનો પણ સમાવેશ થાય છે. જેને પગલે હોસ્પિટલોમાં મોબાઇલના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામા આવે તેવી સલાહ પણ ડોક્ટર દ્વારા સરકારને આપવામાં આવી રહી છે. કોરોના એવો વાઇરસ છે કે જે અનેક પ્રકારની વસ્તુઓના માધ્યમથી પણ ફેલાય છે અને હવે તેમાં મોબાઇલનો પણ સમાવેશ થઇ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ચેતવણી રાયપુરના એઇમ્સના ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે મોબાઇલ ફોનથી આમ નાગરિકોની સાથે ડોક્ટરોને પણ કોરોનાનો ચેપ લાગવાની ભીતિ વધુ રહેલી છે. બીએમજે ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક લેખમાં એઇમ્સના ડોક્ટરોએ કહ્યું હતું કે મોબાઇલ ફોન એવું ઉપકરણ છે કે જે સીધો મો અને ચેહરાના સંપર્કમાં આવે છે. હાથ ભલે ગમે તેટલા સાફ કરેલા હોય તો પણ મોબાઇલ ફોન પર વાતચીત દરમિયાન જ તેમાં કોરોના વાઇરસ સંપર્કમાં આવી શકે છે. એટલે કે જો કોઇ દર્દીને કોરોના હોય અને તે મોબાઇલનો ઉપયોગ કરે અને બાદમાં તેના મોબાઇલના સંપર્કમાં કે આસપાસ અન્ય કોઇ વ્યક્તિ આવે તો તેને પણ આ વાઇરસ લાગવાની ભીતિ રહેલી છે.

ડોક્ટરોએ એમ પણ કહ્યું કે એક સંશોધન અનુસાર કેટલાક ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મીઓ ૧૫ મિનિટથી લઇને બે કલાક વચ્ચે પોતાના ફોનનો ઉપયોગ કરે છે. જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોબાઇલને લઇને કોઇ ચોક્કસ ગાઇડલાઇન જાહેર નથી કરવામાં આવી પણ એવા સંકેતો મળ્યા છે કે મોબાઇલ ફોનથી પણ કોરોના વાઇરસ ફેલાઇ શકે છે. આ માટે રજુ કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો પોતાના મોબાઇલને નિયમિત ઉપયોગ કરે છે તેઓમાંથી માત્ર ૧૦ ટકા લોકો જ એવા છે કે જે તેને યોગ્ય રીતે સાફ કરતા હશે. હોસ્પિટલોમાં મોબાઇલને સ્વચ્છ રાખ્યા બાદ જ ઉપયોગમાં લઇ શકાય અને કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યાં મોબાઇલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી.