ચેતવણીઃ આ 7 Appsને ફોનમાં ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતાં, ખાલી થઈ જશે એકાઉન્ટ

અટલ સમાચાર, ડેસ્ક કસ્ટમર કેર ફ્રોડમાં સૌથી વધુ હથિયાર રિમોટ કન્ટ્રોલવાળી એપ હોય છે. તે સ્કેમર આ પ્રકારના સ્કેમને અંજામ આપવા માટે મોબાઇલ યૂઝરને તેના એન્ડ્રોઇડ ફોન પર રિમોટ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા માટે મજબૂર કરે છે. રિમોટ ડેસ્કટોપ એપ એન્ડ્રોઇડ ફોન પર કેવી રીતે કામ કરે છે, તેના વિશે ખૂબ ઓછી જાણકારી આપવામાં આવતી
 
ચેતવણીઃ આ 7 Appsને ફોનમાં ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતાં, ખાલી થઈ જશે એકાઉન્ટ

અટલ સમાચાર, ડેસ્ક

કસ્ટમર કેર ફ્રોડમાં સૌથી વધુ હથિયાર રિમોટ કન્ટ્રોલવાળી એપ હોય છે. તે સ્કેમર આ પ્રકારના સ્કેમને અંજામ આપવા માટે મોબાઇલ યૂઝરને તેના એન્ડ્રોઇડ ફોન પર રિમોટ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા માટે મજબૂર કરે છે. રિમોટ ડેસ્કટોપ એપ એન્ડ્રોઇડ ફોન પર કેવી રીતે કામ કરે છે, તેના વિશે ખૂબ ઓછી જાણકારી આપવામાં આવતી હોય છે.

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર માટે કસ્ટમર કેર સ્કેમ એક મોટી સમસ્યા બની ગઈ છે. અનેકવાર આ પ્રકારના સ્કેમમાં ફેસાવાથી લોકોને મોટું નુકસાન સહન કરવું પડે છે. મૂળે, કોઈ કંપનીનો કસ્ટમર કેર નંબર જાણવા માટે યૂઝર તેને Google પર સર્ચ કરે છે અને પછી તેને ડાયલ કરે છે. પરંતુ અનેકવાર Google પર સર્ચ કરવામાં આવતા કસ્ટમેર કેર નંબરનું પહેલું પરિણામ નકલી હોય છે. જેને સ્કેમ કરનારા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ નંબર પર ફોન લગાડવાની થોડી વાર બાદ જ કસ્ટમરના એકાઉન્ટમાંથી નાણા ગાયબ થઈ જાય છે. આવો ઘટનાઓ અનેક વાર સાંભળવા મળતી રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાઇબર ઠગ લોકોને મેસેજના માધ્યમથી એક લિંક મોકલે છે અને રિમોટ એક્સેસવાળી કોઈ એપને ડાઉનલોડ કરવા માટે જણાવે છે. પરંતુ લોકોને એ વાતની આશંકા પણ નથી હોતી કે એપને ડાઉનલોડ કર્યા બાદ તેમના ફોનનો તમામ એક્સેસ ફ્રોડના હાથમાં જતો રહે છે. ત્યારબાદ સ્કેમર ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દે છે. ત્યારબાદ UPI લોગઇન કરવા દરમિયાન તે ફોનમાં આવેલો OTP જાણી લે છે.

આ 7 એપને ફોનમાં ભૂલથી પણ ન કરતા ડાઉનલોડ

1. TeamViewer QuickSupport
2. Microsoft Remote desktop
3. AnyDesk Remote Control
4. AirDroid: Remote access and File
5. AirMirror: Remote support and Remote control devices
6. Chrome Remote Desktop
7. Splashtop Personal- Remote Desktop

નોંધનીય છે કે, રિમોટ કન્ટ્રોલવાળી માલવેર એપ નથી હોતી, તે ખૂબ જ કામની એપ હોય છે. પરંતુ જ્યારે તેનો ખોટો ઉપયોગ થવા લાગે છે તો ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે યૂઝરને મોટાપાયે નુકસાન થઈ જાય છે.