સાવધાન: ‘નિસર્ગ’ વાવાઝોડાને કારણે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલા નિસર્ગ વાવાઝોડાને કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જોકે, આ વાવાઝોડા મામલે ગુજરાતીઓ માટે આંશિક રાહતના સમાચાર છે. આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેની સંભાવના નહિવત્ થઇ ગઇ છે. પરંતુ તેના કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા સર્જાઇ છે. દક્ષિણ ગુજરાતમાં
 
સાવધાન: ‘નિસર્ગ’ વાવાઝોડાને કારણે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક

અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલા નિસર્ગ વાવાઝોડાને કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જોકે, આ વાવાઝોડા મામલે ગુજરાતીઓ માટે આંશિક રાહતના સમાચાર છે. આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેની સંભાવના નહિવત્ થઇ ગઇ છે. પરંતુ તેના કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા સર્જાઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે,, ‘પૂર્વમધ્ય અરેબિયન સમુદ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સ્ટ્રોમ નિસર્ગે હવે ઉત્તર તરફ ગતિ કરેલી છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં બુધવારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે.  જે મંગળવારે સાંજ સુધીમાં પણજીના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમથી 380 કિલોમીટર, મુંબઇના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી 380 કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી 600 કિલોમીટર દૂર હતું.

વાવાઝોડું 3 જૂને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે. વાવાઝોડાના પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક છે. જેની અસર રૂપે મંગળળારે સાંજે સુરત, અમરેલી, ભાવનગર, તાપી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી – 3 જૂનનાં રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી. 4 જૂનનાં રોજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ.5 જૂનનાં રોજ નર્મદા, ડાંગ, તાપી

આ જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા? 3 જૂનનાં રોજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ. 4 જૂનનાં રોજ જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, દીવ.