ચેતવણી@NASA: 170 મીટર મોટું ઉલ્કા પિંડ, આજે પૃથ્વીની નજીકથી પસાર થશે

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે લગભગ 170 મીટર મોટું ઉલ્કા પિંડ કે એસ્ટેરોઇડ શુક્રવારે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. 2020 ND નામના આ એસ્ટેરોઇડ પૃથ્વીથી લગભગ 0.34 એસ્ટ્રોનોમિકલ યૂનિટ (50 લાખ 86 હજાર 328 કિલોમીટર) અંતરથી પસાર થશે. નાસાએ કહ્યું કે આટલી નજીકથી પસાર થનારા
 
ચેતવણી@NASA: 170 મીટર મોટું ઉલ્કા પિંડ, આજે પૃથ્વીની નજીકથી પસાર થશે

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે લગભગ 170 મીટર મોટું ઉલ્કા પિંડ કે એસ્ટેરોઇડ શુક્રવારે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. 2020 ND નામના આ એસ્ટેરોઇડ પૃથ્વીથી લગભગ 0.34 એસ્ટ્રોનોમિકલ યૂનિટ (50 લાખ 86 હજાર 328 કિલોમીટર) અંતરથી પસાર થશે. નાસાએ કહ્યું કે આટલી નજીકથી પસાર થનારા એસ્ટેરોઇડના સંભવિત ખતરાવાળી યાદીમાં રાખવામાં આવે છે. આ એસ્ટેરોઇડની ઝડપ 48 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

NASAએ કહ્યું કે, 0.05 એસ્ટ્રોનોમિકલ યૂનિટ કે તેનાથી ઓછા અંતરથી પસાર થનારો એસ્ટોરોઇડ પૃથ્વીની નજીક આવવાનો ખતરો હોય છે. તે જરૂરી નથી કે તેની અસર પૃથ્વી પર પડશે. ધ પ્લેનેટરી સોસાયટી મુજબ, ત્રણ ફુટના લગભગ 1 અબજ એસ્ટેરોઇડ હાજર છે, પરંતુ તેનાથી પૃથ્વી માટે કોઈ ખતરો નથી. 90 ફુટથી મોટા એસ્ટેરોઇડથી પૃથ્વીને ઘણું નુકસાન પહોંચવાનો ખતરો હોય છે.

વૈજ્ઞાનિકોએ 7 જૂન સુધી તેના વિશે કોઈ માહિતી નહોતી. જોકે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ એસ્ટેરોઇડ વધુ મોટો નહોતો, પરંતુ તે 2013માં સાઇબેરિયામાં કહેર ફેલાવનારા ચેલ્યાબિન્ક્સથી મોટો હતો. નોંધનીય છે કે, દર વર્ષે લગભગ 30 નાના એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાય છે, પરંતુ પૃથ્વી પર મોટું નુકસાન પહોંચતું નથી.