ચેતવણીઃ NPCI લોકો ડિજિટલ લેવડ-દેવડ કરે નોટોથી ફેલાઈ શકે છે કોરોના

અટલ સમાચાર, ડેસ્ક નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ નોટોથી કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાની આશંકાથી બચવા માટે લોકોને ડિજિટલ લેવડ-દેવડ પર નિર્ભરતા વધારવા માટે આગ્રહ કર્યો છે. નિયામકે કહ્યું કે તેઓ કામકાજ ચાલુ રાખવાની યોજનાને સારી બનાવી રહ્યા છે જેથી લૉકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલ ન પડે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો NPCIના
 
ચેતવણીઃ NPCI લોકો ડિજિટલ લેવડ-દેવડ કરે નોટોથી ફેલાઈ શકે છે કોરોના

અટલ સમાચાર, ડેસ્ક

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ નોટોથી કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાની આશંકાથી બચવા માટે લોકોને ડિજિટલ લેવડ-દેવડ પર નિર્ભરતા વધારવા માટે આગ્રહ કર્યો છે. નિયામકે કહ્યું કે તેઓ કામકાજ ચાલુ રાખવાની યોજનાને સારી બનાવી રહ્યા છે જેથી લૉકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલ ન પડે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

NPCIના મુખ્ય કાર્યકારી દિલીપ આસ્બેએ કહ્યું કે કામકાજ ચાલુ રાખવાની અમારી યોજના ફ્લેક્સીબલ છે અને તેને કોવિડ-19 (COVID-19)ના કારણે ઉત્પન્ન પડકાર ભરેલી પરિસ્થિતિઓમાં દરેક પ્રકારની ચૂકવણી પ્રક્રિયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે સારી બનાવવામાં આવી છે. વિશેષ રૂપે અમારી સંરચના UPI પ્લેટફોર્મના વધારાના દબાણને સંભાળવામાં મદદ કરશે.

તેઓએ કહ્યું કે, અમે જરૂરી સામનની તમામ સેવા સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કરીએ છીએ કે સુરક્ષિત રહેવા માટે ડિજિટલ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરે. આસ્બેએ કહ્યું કે, NPCI રાજ્ય સરકારોની સાથે મળી કામ કરી રહી છે, જેથી વધુ સંખ્યામાં વેન્ડરોને ડિજિટલ ચૂકવણી સાથે જોડી શકાશે. તેઓએ કહ્યું કે નિયામકે યૂપીઆઈની પ્રણાલી સાથે જોડોયલી પ્રક્રિયા ઝડપી કરી દીધી છે તથા તેને પૂરી રીતે સંપર્ક-રહિત બનાવી દીધી છે, જેથી વેન્ડરોને પોતાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતી વખતે અલગ રહેવાના દિશા-નિર્દેશોની સાથે સમજૂતી ન કરવી પડે.