સાવધાન: સરકારે Whatsapp પર આ લિંકને લઈ ચેતવણી જાહેર કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના કાળે અને બેરોજગારીની સ્થિતિના કારણે અનેક લોકો અપરાધ તરફ વળ્યા છે. સરકારની તરફથી આવા સાઇબર અપરાધીઓને ખુલ્લા પાડવા માટે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલી એક ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સઅપ મેસેજ પર એક લિંક મોકલીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે. Claim: A message circulating
 
સાવધાન: સરકારે Whatsapp પર આ લિંકને લઈ ચેતવણી જાહેર કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના કાળે અને બેરોજગારીની સ્થિતિના કારણે અનેક લોકો અપરાધ તરફ વળ્યા છે. સરકારની તરફથી આવા સાઇબર અપરાધીઓને ખુલ્લા પાડવા માટે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલી એક ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સઅપ મેસેજ પર એક લિંક મોકલીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે.

સાઇબર અપરાધી તેવી ખોટી લિંક બનાવી છે જેમાં સરકારની તરફથી કોરોના મહામારી રાહત ફંડ માટે વાત કરીને મેસેજ મોકલવામાં આવે છે અને આ રીતે લોકોને છેતરવામાં આવે છે. આ મેસેજ માટે યુઝર્સને લિંક મોકલવામાં આવે છે. જે પર ક્લિક કરતા તમને કેટલીક જરૂરી ડિટેલ ભરવાનું કહેવામાં આવે છે. જો તમે સાઇબર અપરાધીઓના આ પ્રલોભનમાં આવી પોતાની વ્યક્તિગત જાણકારી શેર કરી તો કોઇ પણ તમારી સાથે સાઇબર ફ્રોડ કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાઇબર અપરાધીઓએ આ ફેક મેસેજમાં 1.30 લાખ રૂપિયા કેન્દ્ર સરકારની તરફથી કોવિડ 19 ફંડની તરીકે તમામ નાગરિકોને આપવાની વાત કરી છે. ફેક મેસેજમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને આ ફંડ તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ આપવાની વાત કરી છે. અને સાથે જ જ્યારે તમે આવી જાણકારી ભરો છો તો તેનાથી તમને જ લૂંટવામાં આવે છે.

સરકારની તરફથી PIB Fact Checkએ ટ્વિટલ હેન્ડલ પર જાણકારી આપી છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે આવા મેસેજ સંપૂર્ણ પણે ફેક એટલે નકલી, ખોટા છે. સરકાર કોવિડ 19ને લઇને કોઇ ફંડ જાહેર નથી કર્યો. અને તેમણે આ દ્વારા લોકોને એલર્ટ રહેવાનું કહ્યું છે. ટ્વિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભૂલથી પણ આ પ્રકારના મેસેજ કોઇને ફોરવર્ડ ના કરતા.