ચેતવણીઃ WHOએ સ્વીકાર્યું- કોરોના સંક્રમણ હવાથી ફેલાવાના પુરાવા મળ્યા

અટલ સમાચાર, ડેસ્ક WHOએ કહ્યું છે કે પૂરી આશંકા છે કે સંક્રમણ હવા દ્વારા ફેલાઈ રહ્યો છે, જોકે તેની પર હજુ વધુ ડેટા એકત્ર કરવાનો બાકી છે. આ પહેલા અનેક દેશોના વૈજ્ઞાનિકોએ WHOને એક ખુલો પત્ર લખી આગ્રહ કર્યો હતો કે વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે અને તેને પોતાના દિશાનિર્દેશોમાં ફેરફાર કરવા જોઈએ. અટલ સમાચાર
 
ચેતવણીઃ WHOએ સ્વીકાર્યું- કોરોના સંક્રમણ હવાથી ફેલાવાના પુરાવા મળ્યા

અટલ સમાચાર, ડેસ્ક

WHOએ કહ્યું છે કે પૂરી આશંકા છે કે સંક્રમણ હવા દ્વારા ફેલાઈ રહ્યો છે, જોકે તેની પર હજુ વધુ ડેટા એકત્ર કરવાનો બાકી છે. આ પહેલા અનેક દેશોના વૈજ્ઞાનિકોએ WHOને એક ખુલો પત્ર લખી આગ્રહ કર્યો હતો કે વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે અને તેને પોતાના દિશાનિર્દેશોમાં ફેરફાર કરવા જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WHOની બેનેદેત્તા આલ્લેગ્રાંજીએ મંગળવારે કહ્યું કે, જાહેર સ્થળો પર, ખાસ કરીને ભીડવાળા સ્થળો, ઓછી હવાવાળા અને બંધ સ્થળો પર હવાના માધ્યમથી વાયરસ ફેલાવાની આશંકાથી ઇન્કાર ન કરી શકાય. જોકે, આ પુરાવાઓને એકત્ર કરવા અને સમજવાની જરૂર છે. અમે આ કામ ચાલુ રાખીશું. તેઓએ કહ્યું કે કોરોના વાયરસના હવાના માધ્યમથી ફેલાવાના પુરાવા તો મળી રહ્યા છે પરંતુ હજુ તે પાકે પાયે ન કહી શકાય.

નોંધનીય છે કે, 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ કોરોના મહામારીને લઈ એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં WHO ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવાના માધ્યમથી પણ ફેલાય છે પરંતુ WHO તેને લઈને ગંભીર નથી અને સંગઠને પોતાની ગાઇડલાઇન્સમાં પણ તેની પર મૌન સાધી લીધું છે. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે છીંક ખાધા બાદ હવામાં દૂર સુધી જનારા મોટા ડ્રોપલેટ કે નાના ડ્રોપલેટ એક રૂમ કે એક નિર્ધારિત ક્ષેત્રમાં હાજર લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ હોય છે. બંધીયાર સ્થળો પર તે ઘણી વાર સુધી હવામાં રહે છે અને આસપાસમાં ઉપસ્થિત તમામ લોકોને સંક્રમિત કરી શકે છે.