સાવધાનઃ પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ

અટલ સમાચાર, ડેસ્ક સાઇબર સિક્યુરિટી ફર્મ Avastએ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે. સાઇબર સિક્યુરિટી કંપની મુજબ, આ 21 એપ્સ હિડન ફેમિલી ટ્રોઝન નો હિસ્સો છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં Google હજુ પણ એડવેર ગેમિંગ એપ્સની તપાસ કરી રહી છે. સેન્સર ટાવરને આપેલા ડેટામં કહેવામાં
 
સાવધાનઃ પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ

અટલ સમાચાર, ડેસ્ક

સાઇબર સિક્યુરિટી ફર્મ Avastએ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે. સાઇબર સિક્યુરિટી કંપની મુજબ, આ 21 એપ્સ હિડન ફેમિલી ટ્રોઝન નો હિસ્સો છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં Google હજુ પણ એડવેર ગેમિંગ એપ્સની તપાસ કરી રહી છે. સેન્સર ટાવરને આપેલા ડેટામં કહેવામાં આવ્યું છે કે આ 21 એપને એપ સ્ટોરથી કુલ 80 લાખ ડાઉનલોડ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

Avastનો દાવો છે કે તેમાંથી અનેક એડવેર ગેમિંગ એપ્સનું પ્રમોશનલ કન્ટેન્ટ YouTube અને બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી હતી. ગૂગલ પ્લે સ્ટોરથી તેને ડાઉનલોડ કર્યા બાદ તે આ ચીજોને નથી દર્શાવતી, જેને તે પ્રમોટ કરી રહી હોય છે, પરંતુ એવું ચોક્કસ થાય છે કે તે યૂઝર્સના ફોનને નકામી વિજ્ઞાપનથી ભરે દે છે. જોકે તેની પર ડેટા ચોરીનો આરોપ નથી લાગ્યો. આ 21 એપ્સને 8 મિલિયનથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. આ એપ્સને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની એડવેરમાં બાકી મેલવેરથી ઓછી ખતરનાક મેલિશિયસ કોડની સાથે આવે છે.

1. Shoot Them
2. Crush Car
3. Rolling Scroll4. Helicopter Attack – NEW
5. Assassin Legend – 2020 NEW
6. Helicopter Shoot
7. Rugby Pass
8. Flying Skateboard
9. Iron it
10. Shooting Run
11. Plant Monster
12. Find Hidden
13. Find 5 Differences – 2020 NEW
14. Rotate Shape
15. Jump Jump
16. Find the Differences – Puzzle Game
17. Sway Man
18. Desert Against
19. Money Destroyer
20. Cream Trip – NEW
21. Props Rescue