ચેતજો@નાગરિકો: દૂધના વાહનમાં દારૂની હેરાફેરી, મુસાફરી ટાળજો

અટલ સમાચાર, ડીસા દારૂની હેરાફેરી સામે ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ખાસ કરીને દૂધના વાહનોમાં મુસાફરી કરતા સો વાર વિચાર કરવાની નોબત આવી છે. ડીસા નજીકથી દૂધના વાહનમાં દારૂ લઇ જતા 6 ઈસમો ઝડપાઇ ગયા છે. સરેરાશ 2 લાખથી વધુ કિંમતના દારૂ સાથે 7 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં દારૂની
 
ચેતજો@નાગરિકો: દૂધના વાહનમાં દારૂની હેરાફેરી, મુસાફરી ટાળજો

અટલ સમાચાર, ડીસા

દારૂની હેરાફેરી સામે ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ખાસ કરીને દૂધના વાહનોમાં મુસાફરી કરતા સો વાર વિચાર કરવાની નોબત આવી છે. ડીસા નજીકથી દૂધના વાહનમાં દારૂ લઇ જતા 6 ઈસમો ઝડપાઇ ગયા છે. સરેરાશ 2 લાખથી વધુ કિંમતના દારૂ સાથે 7 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી સામાન્ય બનતી જાય છે. બુટલેગરો અવનવી તરકીબ અજમાવી રાજસ્થાનથી દારૂની આયાત કરી રહ્યા છે. ધાનેરા નજીકથી 25 લાખનો દારૂ ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું પકડાયું છે.

ડીસા તાલુકા પોલીસે આખોલ ચોકડી પાસે અમુલ દૂધ લખેલ ગાડી નં. GJ-13-V- 6183 પકડી હતી. જેમાં વિદેશીદારૂની બોટલ નંગ- 2125 જોઇ પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે રૂ. 2,12,500 નો દારૂ, રૂપિયા 5,00,000 ગાડી, દુધના ખાલી કેરેટ નંગ- 45 કિંમત રૂ.4500 સહિત 7,28,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપી (1)ફજલભાઇ કુરેશી રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર (2) હનીફભાઇ અબાસભાઇ તુવર રહે.મુંજપુર તા.શંખેસ્વર જી.પાટણ (3) બીલાલ રસુલભાઇ ચૌહાણ રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર (4) રામભા ભુરસીંહ સોલંકી રહે.ખીમ્મત માઢવાળી પાર્ટી તા.ધાનેરા (5) ખુદાબક્ષ અબાસ બેલીમ રહે.નાના કસ્બા મુંજપુર હાલ રહે.ધાનેરા (6) અનીસભાઇ રહે.ધાનેરા સહિત છ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.