આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા નગરપાલિકાના ભાજપી નગરસેવક સામે કોર્ટે હાજર થવાનું ફરમાન કર્યુ છે. જેની નકલ ઠેર-ઠેર જાહેર કરતા કોર્પોરેટર જીતુ માજીરાણા ફરાર જાહેર થઇ શકે તેવી સંભાવના બની છે. ગંભીર ગુનામાં કોર્ટ સમક્ષ હાજર નહિ થતાં ગિરફ્તારી વોરંટ કાઢવામાં આવ્યુ છે. જેનાથી ડીસા પાલિકા સહિત ભાજપી આગેવાનોમાં નગરસેવકને લઇ તરેહ-તરેહની ચર્ચા વધી છે. આક્રમક મૂડ બતાવતા હોવાથી ભાજપના કેટલાક આગેવાનો કાર્યવાહીથી સંતોષ પામ્યા છે.

બનાસકાંઠા જીલ્લાની ડીસા પાલિકામાં ભાજપમાંથી ચુંટાયેલા જીતેન્દ્ર જેસીંગભાઇ માજીરાણા વિરૂધ્ધ ડીસા કોર્ટે વોરંટ કાઢ્યું છે. ગંભીર ગુનાની ફરીયાદ સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી કોર્ટ સમક્ષ હાજર નહિ થતાં નગરસેવક વિરૂધ્ધ ગિરફ્તારી વોરંટ જાહેર થતાં રાજકીય અને વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે. જીતુ માજીરાણા મૂળ ડીસા રહે પરંતુ સરનામા ઉપર મળી નહિ આવતા કોર્ટે શોધખોળ શરૂ કરી છે. જેમાં ભાજપી નગરસેવક સમયમર્યાદા સુધીમાં હાજર નહિ થાય તો ફરાર જાહેર કરવાની કોર્ટે તૈયારી બતાવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસા પાલિકામાં ભાજપી સદસ્ય જીતુ માજીરાણા સામે આઇ.પી.સી કલમ 363, 366, 376, 342, 114, તથા પોક્સો એક્ટ કલમ -4, 17 અનુસાર સજાપાત્ર ગુનો નોંધાયેલો છે. જેમાં ડીસા કોર્ટે આગામી 30-9-2019ના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યુ છે. જો હાજર નહિ રહે તો ફરાર જાહેર કરવાની સંભાવના જોતા નગરસેવક માટે કાયદાકીય પરિસ્થિતિ વિકટ બની શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code