વાવ@લાચારીઃ ધો.1 થી 6ના 68 વિદ્યાર્થીઓ, એક ઓરડો, એક શિક્ષકથી ચાલતુ શિક્ષણ

અટલ સમાચાર, વાવ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 6 ધોરણ આવેલા છે. જેમાં 68 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષથી વય નિવૃત્તિના આરે આવેલા 56 વર્ષીય ચંદુભાઈ પ્રજાપતિ નામના માત્રને માત્ર એક જ શિક્ષક બાળકો શિક્ષણ આપી રહ્યા છે. ભારત ચંદ્ર ઉપર પહોંચ્યાની સિદ્ધી વાગોળી રહ્યું છે, પરંતુ
 
વાવ@લાચારીઃ ધો.1 થી 6ના 68 વિદ્યાર્થીઓ, એક ઓરડો, એક શિક્ષકથી ચાલતુ શિક્ષણ

અટલ સમાચાર, વાવ 

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 6 ધોરણ આવેલા છે. જેમાં 68 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષથી વય નિવૃત્તિના આરે આવેલા 56 વર્ષીય ચંદુભાઈ પ્રજાપતિ નામના માત્રને માત્ર એક જ શિક્ષક બાળકો શિક્ષણ આપી રહ્યા છે. ભારત ચંદ્ર ઉપર પહોંચ્યાની સિદ્ધી વાગોળી રહ્યું છે, પરંતુ આવી રીતે મજબૂરીવશ શિક્ષણ મેળવતા ભારતના ભાવિ ભવિષ્ય તરફ ધ્યાન આપવું રહ્યું. જોકે, ગુજરાતના ગામડાઓમાં આવતી કાલના વૈજ્ઞાનીક બનવાના સપના સેવી બેઠેલા વિદ્યાર્થીઓની હાલત તરફ રાજકારણીઓ, અધિકારીઓ, શિક્ષણવિભાગની આજદિન સુધી નજર પડી નથી.

એટલું જ નહિ વર્ષ 2017માં આવેલા વિનાશક પુર સમયે શાળાના બે ઓરડા ડેમેજ થયા હોવા છતાં આજ દિન સુધી નવા રૂમો બનાવવા શિક્ષણ વિભાગ નિષ્ફળ નિવડતાં બાળકોને ચોમાસાની ઋતુમાં લીમડાના ઝાડ નીચે બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. શિક્ષકોની ઘટ્ટ હોવાથી ફરજ પરના હાજર શિક્ષકને શિક્ષણને લગતી મિટીંગ હોય અથવા તો કોઈ કારણોસર ક્યાંક જવાનું થાય ત્યારે શાળને ખંભાતી તાળા મારવા પડે છે, અને જાહેર રજા રાખવી પડે છે. 7 વિધાનસભા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના મત વિસ્તારમાં ચાલી રહેલ બાળકોના ભાવી ભણતરની એક મુલાકાત લે તેવી વાલીઓની માંગ ઉઠી છે.

Video:

આ બાબતે શિક્ષણ વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈએ આજદિન સુધી ધ્યાન પર લીધું નથી. આથી શિક્ષકોના અભાવે ગામના 35 જેટલા બાળકોને થરાદમાં આવેલી ખાનગી શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલવા પડે છે. હાલમાં જે દેવપુરા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે મધ્યમ અને ગરીબ પરિવારના છે.

વાવ@લાચારીઃ ધો.1 થી 6ના 68 વિદ્યાર્થીઓ, એક ઓરડો, એક શિક્ષકથી ચાલતુ શિક્ષણ

ગુજરાત સરકાર શિક્ષણના નામે મોટી મોટી વાતો કરી રહી છે. ‘સૌ ભણે સૌ આગળ વધે’, ‘દીકરીને દહેજ નહિ પણ શિક્ષણ આપો’ જેવા સુત્રો માત્ર વોટનીતિ બની બેઠા છે. શિક્ષણના નામે કરોડોના તાયફા કરવામાં આવી રહ્યા છે. આમછતાં આ દેવપુરા પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ અંધકારમય બની ગયું છે. શાળાના કલાસરૂમની હાલત જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓને જીવનું જોખમ નીવડે તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. આ બાબતે જાગૃત નાગરીકે તાલુકા શિક્ષણાધિકારીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરવા છતાં ગામની પ્રાથમિક શાળાનો કોઈપણ જાતના પ્રશ્નનો ઉકેલ થયો નથી.

વાવ@લાચારીઃ ધો.1 થી 6ના 68 વિદ્યાર્થીઓ, એક ઓરડો, એક શિક્ષકથી ચાલતુ શિક્ષણ

રાજકીય નેતાઓ ચૂંટણી સમયે આવી મતો મેળવવા ખોટા વચનો આપી રફુચક્કર થાય છે. સત્તા મેળવ્યા બાદ પ્રજા બાપડી બિચારી બની જાય છે. વધુ શિક્ષક નહિ આપવામાં આવે તો પ્રાંત કચેરી ખાતે શાળાના તમામ બાળકો અને વાલીઓ ઘરણા ઉપર બેસી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.