વાવઃ ઓમ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

અટલ સમાચાર, વાવ (રમેશ રાજપૂત) બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાની ઓમ પ્રાયમરી સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તેમજ તહેવારોની ઉજવણી કરતાં સોમવારે જન્માષ્ટમીની ધામધૂમથી શાળાના બાળકોએ ભાગ લીધો હતો. નાના નાના બાળકોમાં એક અનેરો આનંદ છવાઇ ગયો હતો. જેમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ ઉજવાયો હતો. શાળાના શિક્ષકો તથા આચાર્ય અંકિતભાઈ ત્રિવેદીએ સાથે મળીને કાર્યક્રમ ઉજવ્યો
 
વાવઃ ઓમ પ્રાથમિક  શાળામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

અટલ સમાચાર, વાવ (રમેશ રાજપૂત)

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાની ઓમ પ્રાયમરી સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તેમજ તહેવારોની ઉજવણી કરતાં સોમવારે જન્માષ્ટમીની ધામધૂમથી શાળાના બાળકોએ ભાગ લીધો હતો. નાના નાના બાળકોમાં એક અનેરો આનંદ છવાઇ ગયો હતો. જેમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ ઉજવાયો હતો.

શાળાના શિક્ષકો તથા આચાર્ય અંકિતભાઈ ત્રિવેદીએ સાથે મળીને કાર્યક્રમ ઉજવ્યો હતો. જેમાં ગામોટ ક્રિશે કૃષ્ણ તથા ત્રિવેદી જૈનીબેનએ રાધાની વેશભૂષામાં પાત્ર ભજવ્યું હતું. જ્યારે બાળકો પણ વિવિધ વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહથી ગરબે તથા રાસ રમ્યા હતા. આમ મટકીફોડ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી.