હવામાન@ડીસાઃ પવન સાથેના વરસાદમાં વેપારીને 20લાખનું નુકશાન

અટલ સમાચાર,બનાસકાંઠા બનાસકાંઠાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે કોલ્ડ સ્ટોરેજના વેપારીને મોટું નુકસાન થયાનું સામે આવ્યું છે. કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ઉડી ગયો હતો. જેથી બાંધકામ પલવારમાં અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સેડના પતરા ઉડતા સદનસીબે જાનહાની ટળી હતી. ઉત્તર ગુજરાતના લોકો ધોધમાર વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
 
હવામાન@ડીસાઃ પવન સાથેના વરસાદમાં વેપારીને 20લાખનું નુકશાન

અટલ સમાચાર,બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે કોલ્ડ સ્ટોરેજના વેપારીને મોટું નુકસાન થયાનું સામે આવ્યું છે. કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ઉડી ગયો હતો. જેથી બાંધકામ પલવારમાં અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સેડના પતરા ઉડતા સદનસીબે જાનહાની ટળી હતી.

ઉત્તર ગુજરાતના  લોકો ધોધમાર વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પ્રથમ રાઉન્ડ બાદ રવિવારે ડીસા પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ દરમિયાન તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં વાવાઝોડાના કારણે કિસાન કોલ્ડ સ્ટોરેજનો સેડ હવામાં ઉડી ગયો હતો.

સેડ ઉડીને 200 ફૂટ દૂર જઈ પડતા સ્ટોરમાલિકને અંદાજે 20 લાખનું નુકસાન થયાનું ચર્ચાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.