હવામાન@ડીસા: શિયાળાની શરૂઆત વચ્ચે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી ડીસામાં લઘુતમ તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. ડીસામાં બુધવારનુ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડીનો અહેસાસ વર્તાતો જોવા મળ્યો હતો. ઠંડીનું પ્રમાણ વધતા ગરમ કપડા ખરીદવા માટે
 
હવામાન@ડીસા: શિયાળાની શરૂઆત વચ્ચે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી ડીસામાં લઘુતમ તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. ડીસામાં બુધવારનુ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડીનો અહેસાસ વર્તાતો જોવા મળ્યો હતો. ઠંડીનું પ્રમાણ વધતા ગરમ કપડા ખરીદવા માટે પણ લોકો દોડધામ કરી રહ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લામાં શિયાળાની એન્ટ્રીથી શહેરીજનો ઠુંઠવાયા છે. છેલ્લા કેટલાક સમયથી કુદરતી ઋતુ ચક્રમાં આવેલા ફેરફારના પરિણામે ઠંડીનું આગમન થોડું મોડું થયું છે પણ ધીમે ધીમે હવે વાદળાં વિખેરાઈ જતા શિયાળાની જમાવટ થઇ રહેલી જોવા મળી રહી છે. ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાતા લોકો વહેલી સવારે અને મોડી રાતે ગરમ વસ્ત્રો પહેરી ઘરની બહાર નીકળી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઠંડીના આગમનને લઇ બજારોમાં પણ ગરમ વસ્ત્રોની માંગ જોવા મળી રહી છે અને ઠેર-ઠેર રસ્તાઓ અને હાઇવે પર ગરમ વસ્ત્રના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. શિયાળાની થયેલી જમાવટને લઈ ખેડૂતો પણ રવી સીઝનની વાવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને વાવણી કામમાં પણ જોતરાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીસા પંથકમાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે.a