હવામાન@ગુજરાતઃ આ તારીખે આ જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જે બાદ વિધિવત રીતે ચોમાસુ પણ બેસી ગયું છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ એટલે 18 અને
 
હવામાન@ગુજરાતઃ આ તારીખે આ જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક

અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જે બાદ વિધિવત રીતે ચોમાસુ પણ બેસી ગયું છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ એટલે 18 અને 19 જૂન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. નૈઋત્યના ચોમાસાએ દીવ અને ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક હિસ્સામાં પ્રવેશ કર્યો છે. નોર્ધન લિમીટ ઓફ મોન્સૂન (એનએલએમ) હવે કંડલા, અમદાવાદ, ઇન્દોરથી પસાર થઇ રહ્યું છે. મંગળવારે ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ-ગીર સોમનાથ, બુધવારે વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર, સોમનાથ, દીવ, ગુરૂવારે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ, શુક્રવારે ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જ્યારે શનિવારે ભરૂચ, સુરત, અમરેલી, ગીર, સોમનાથ, દીવમાં ભારે વરસાદપડી શકે છે.’

આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. અમદાવાદમાં આગામી શુક્રવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડશે. આગામી શનિવાર-રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. ગઇકાલે અમદાવાદમાં ભેજનું પ્રમાણ 81% અને દિવસનું તાપમાન
35.8 ડિગ્રી નોંધાયું હતું.