હવામાન@ગુજરાત: આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મહામારી વચ્ચે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ,
 
હવામાન@ગુજરાત: આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહામારી વચ્ચે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 15મી તારીખે વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 16 અને 17 તારીખ દરમ્યાન અમદાવાદમાં થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન રાજ્યમાં અમદાવાદ સહિત દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર અને અરવલ્લી સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં આ વર્ષે 11 જૂનના રોજ ચોમાસાનું આગમન થઇ ગયું હતું. જે બાદ એકપણ સિસ્ટમ નહીં સર્જતાં 21 જૂનથી ચોમાસાનું જોર ઘટવા લાગ્યું હતું અને મેઘરાજાએ વિરામ લઇ લીધો હતો. રાજ્યમાં શનિવાર સુધી મોસમનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ગત વર્ષે 11 જુલાઇ સુધીમાં 26 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો. વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે આખરે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે જેના કારણે ખેડૂતો પણ ખુશ દેખાઇ રહ્યાં છે.