હવામાન@ગુજરાત: ઉ.ગુ.માં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ જામશે. રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે. જોકે અમદાવાદીઓએ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન@ગુજરાત: ઉ.ગુ.માં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ જામશે. રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે. જોકે અમદાવાદીઓએ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છમાં સામાન્ય વરસાદ પડશે. વરસાદની આગાહીને લઇને બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર અલર્ટ થઇ ગયું છે. NDRFની 10 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વડોદરાના જરોદ ખાતેના NDRFના હેડ ક્વાર્ટરથી ટીમો રવાના થઈ છે. ગુજરાતમાં 8 અને રાજસ્થાનમાં 2 ટીમો અલર્ટ પર છે. સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ કચ્છ સહિત જિલ્લામાં ટીમ અલર્ટ કરવામાં આવી છે. NDRFની એક ટીમમાં 25 જવાનો તમામ જરૂરી સાધનોથી સજ્જ થઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર સહિતના અનેક પંથકમાં આજે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. અંબાજીમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. ભારે ઉકળાટ બાદ શરૂ થયો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો બીજી તરફ લોકોને પણ ગરમીથી રાહત મળી હતી. આ સાથે બનાસકાંઠામાં વરસાદનું આગમન થતાં અસહ્ય બફારા અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.