હવામાન@ઉ.ગુ: ઉકળાટ વચ્ચે અચાનક ઘટાઘોમ, ધીમી ધારે વરસાદ શરૂ

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ ઉત્તર ગુજરાતમાં વહેલું સવારથી વરસાદ આવતા ગરમીથી રાહત મળી છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ,અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના સોનગઢ અને ડાંગ આહવામાં પણ 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8
 
હવામાન@ઉ.ગુ: ઉકળાટ વચ્ચે અચાનક ઘટાઘોમ, ધીમી ધારે વરસાદ શરૂ

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

ઉત્તર ગુજરાતમાં વહેલું સવારથી વરસાદ આવતા ગરમીથી રાહત મળી છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ,અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના સોનગઢ અને ડાંગ આહવામાં પણ 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં 2 ઇંચ જેટલો વરસાદ, તો અરવલ્લીના માલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન@ઉ.ગુ: ઉકળાટ વચ્ચે અચાનક ઘટાઘોમ, ધીમી ધારે વરસાદ શરૂ

પાટણ જિલ્લામાં પણ કાળજાળ ગરમી વચ્ચે વરસાદ નું આગમન થતાં રાહત મળી છે. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, ડીપ વિસ્તાર સહિતના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહીસાગરના ખાનપુર અને લુણાવાડામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. સવારે બે કલાક દરમિયાન આ વરસાદ નોઁધાયા છે.

હવામાન@ઉ.ગુ: ઉકળાટ વચ્ચે અચાનક ઘટાઘોમ, ધીમી ધારે વરસાદ શરૂ

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, સલાલ, ઇડર વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વહેલી સવારે તૂટી પડ્યો હતો. જેથી વાતાવરણમાં એકાએક પલટો આવતા ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ખેતીપાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. હિમતનગર 8 મીમી અને પ્રાંતિજમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદથી હિમતનગરમાં રોડ પર પાણી વહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકના જિલ્લા મુજબ વરસાદના આંકડા

મહેસાણા જિલ્લો
મહેસાણાઃ 36
વડનગર 4
વિસનગર-11
વિજાપુર-7
ઉંઝા-9
સતલાસણા-00
કડી-00
ખેરાલુ-00
જોટાણા-4
બેચરાજી-21

સાબરકાંઠા જિલ્લો
હિંમતનગર-12
ઇડર-4
વડાલી-6
ખેડબ્રહ્મા-0
પોશીના-00
વિજયનગર-00
તલોદ-9
પ્રાતિજ-0

પાટણ જિલ્લો
ચાણસ્મા-2
પાટણ-8
રાધનપુર-0
શંખેશ્વર-00
સમી-00
સરસ્વતી-12
સાંતલપુર-0
સિધ્ધપુર-14
હારીજ-2