હવામાન@પાટણ: ગરમીના ઉકળાટ વચ્ચે આગામી બે દિવસમાં વરસાદની આગાહી

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે આગામી બે દિવસ દરમ્યાન પાટણ જીલ્લામાં વરસાદીની આગાહી હવામાન વિભાગે કરી છે. કાળઝાળ ગરમીમાં શેકાતાં જીલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગામી મુજબ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી બે દિવસ દરમ્યાન જીલ્લામાં વરસાદ આવી શકે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણ જીલ્લામાં આગામી
 
હવામાન@પાટણ: ગરમીના ઉકળાટ વચ્ચે આગામી બે દિવસમાં વરસાદની આગાહી

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે આગામી બે દિવસ દરમ્યાન પાટણ જીલ્લામાં વરસાદીની આગાહી હવામાન વિભાગે કરી છે. કાળઝાળ ગરમીમાં શેકાતાં જીલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગામી મુજબ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી બે દિવસ દરમ્યાન જીલ્લામાં વરસાદ આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આગામી બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા નુસાર સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગામી બે દિવસ દરમિયાન આણંદ, અમદાવાદ, પાટણ, ખેડા, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના ઉકળાટ વચ્ચે લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પાટણ જીલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.