હવામાન@શંખેશ્વર: વરસાદ સાથે ભારે પવનમાં 10થી વધુ વીજ થાંભલા ધ્વસ્ત

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં આવેલા વરસાદને કારણે ખેતીને ભારે નુકશાન થતાં જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. આ તરફ શંખેશ્વર પંથકના મુજપુર ફીડર લાઇનના 10થી વધુ 66 કેવી લાઇનના વીજપોલ ધરાશાયી થયા હતા. જેને લઇ મુજપુરથી કાઠી તારોરા જતી વીજ લાઇન ખોરવાઈ ગઈ હતી. જોકે વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી થતાં સદનસીબે કોઈ
 
હવામાન@શંખેશ્વર: વરસાદ સાથે ભારે પવનમાં 10થી વધુ વીજ થાંભલા ધ્વસ્ત

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં આવેલા વરસાદને કારણે ખેતીને ભારે નુકશાન થતાં જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. આ તરફ શંખેશ્વર પંથકના મુજપુર ફીડર લાઇનના 10થી વધુ 66 કેવી લાઇનના વીજપોલ ધરાશાયી થયા હતા. જેને લઇ મુજપુરથી કાઠી તારોરા જતી વીજ લાઇન ખોરવાઈ ગઈ હતી. જોકે વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી થતાં સદનસીબે કોઈ મોટી જાનહાની નહી થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં ગઇકાલે સાંજે આવેલા ભારે પવન સાથેના વાવાઝોડામાં કૃષિપાકને ભારે નુકશાન થયુ છે. સાજે ભારે પવન અને વાવઝોડાને કારણે મુજપુર ફીડરની લાઇન પરના 10થી વધારે 66 કેવી લાઇનના વીજપોલ ધરાશાયી થયા હોવાની વિગત સામે આવી છે. ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે સિમેન્ટના વીજ થાંભલા જમીનદોસ્ત થતાં જુવાર, ઘાસચારો, ગવાર, કઠોળ સહિતના પાકને નુકશાન પહોંચ્યું છે.