હવામાનઃ આ શહેરોમાં 42 ડિગ્રીથી વધારે પારો નહી જાય તેવી સંભાવના

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ કાળઝાળ ગરમીમાં ઘટાડો થયો હતો. અમદાવાદ 43.2 ડિગ્રી સાથે ગુજરાતનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું જ્યારે ગાંધીનગર, વડોદરા, અમરેલીમાં પણ પારો 42 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થાય તેની સંભાવના નહિવત છે. અમદાવાદમાં 43.2
 
હવામાનઃ આ શહેરોમાં 42 ડિગ્રીથી વધારે પારો નહી જાય તેવી સંભાવના

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ કાળઝાળ ગરમીમાં ઘટાડો થયો હતો. અમદાવાદ 43.2 ડિગ્રી સાથે ગુજરાતનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું જ્યારે ગાંધીનગર, વડોદરા, અમરેલીમાં પણ પારો 42 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થાય તેની સંભાવના નહિવત છે.

હવામાનઃ આ શહેરોમાં 42 ડિગ્રીથી વધારે પારો નહી જાય તેવી સંભાવના
file photo

અમદાવાદમાં 43.2 ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીનો વધારો જ્યારે 26.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં સતત ચોથા દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીથી વધારે રહ્યા હતો. આજે દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 13% નોંધાયું હતું.

ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન હોવાથી ગરમીમાં સાધારણ ઘટાડો થયો છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે અને હાલ હીટ વેવની કોઇ જ સંભાવના નથી.