શૂરવીર વીર રાજાજી દાદા તેમજ વીર તેજાજી દાદા સુરપુરા ધામ ભોળાદ (ભાલ) ખાતે પૂજાઈ રહ્યા છે.
સુરપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે
900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ખાતે વીર તેજાજીદાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે
એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય.
સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય.
જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે
બારોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે.