ગુજરાતમાં આ જગ્યાએ આવેલું છે મહીસાગર માતા અને દરિયાદેવનું બે હજાર વર્ષ જૂનું મંદિર

વહેરાખાડી લોકમાતા મહીસાગર નદીના દરિયાદેવ સાથેના લગ્નની હકીકત પણ ઘણી પ્રચલિત છે.

આણંદ તાલુકામાં આવેલું મહીસાગર માતાનું મંદિર પાછળની કથા ઘણી જ રસપ્રદ છે.

આ લગ્ન ચોળી અને મહીસાગર માતાજીનું મંદિર બે હજાર વર્ષ જુનું હોવાની લોકવાયકા છે.

ઇન્દ્રધુન્ય રાજાએ મહર સરોવર બીડા ગામ મધ્ય પ્રદેશમાં હજાર વર્ષ સુધી યજ્ઞ કર્યો

અને તેના ફળ સ્વરૂપે પૃથ્વી તપી ગઈ હતી. જે રસનો રેલો ઝર્યો તે રેલો અહીંયા આવ્યો અને સાગરને મળ્યો એટલે મહીસાગર નામ પડ્યું છે.

ઇન્દ્રધુન્ય રાજાના યજ્ઞમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય એટલે સ્વાભવિક કાળું હોય

માટે મહીસાગરનું પાણી કાળું છે પણ કાચ જેવું ચોખ્ખું છે.

મહીસાગર માતાના લગ્ન માટે સર્જનહાર બ્રહ્માજીએ દરિયાદેવને કહેણ મોકલ્યું પણ દરિયાદેવે નકાર્યુ

જે બાદ શિવજીએ દરિયાદેવને સમજાવ્યા કે આ મહીસાગર નદી એ સ્વર્ગની સતી છે.

માટે દરિયાદેવ લગ્ન માટે તૈયાર થયા

અને ખંભાતથી દરિયાદેવ મહીસાગર માતાને 42 કિલોમીટર દૂર વહેરાખાડી આવીને મળ્યા અને લગ્ન કર્યા

મહીસાગર માતાજીના લગ્ન ચોળીના અને મંદિરના દર્શન માટે

આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ અને સમગ્ર ગુજરાત અને દેશમાંથી લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે. માતા મહીસાગર તેમના શુભ સંકલ્પો પુરા કરે છે.

વહેરાખાડી ખાતે આવેલા મહીસાગર માતાજી અને દરિયાદેવના લગ્નની ચોળી અને

મંદિર દર્શન રવિવાર તેમજ જે શનિવાર અને સોમવારે આવતી અમાસના દિવસે શ્રદ્ધાળુઓને મન વિશેષ મહત્વ ધરાવે છે.