એક એવું પક્ષી, જે દરિયામાં 20 મીનિટ સુધી શ્વાસ રોકી રહી શકે છે

પક્ષીઓને આપણે હંમેશા આકાશમાં ઉડતા કે, જમીન પર દાણા ચણતા અથવા પાણી પર તરતા જોયા છે.

પરંતુ એક એવું પક્ષી પણ છે જે,

પાણીની બહાર રહી શકે છે, પાણી પર તરી શકે છે. અને પાણીની અંદર પણ રહી શકે છે.

આ પક્ષી છે પેગવીન.

પેગવીનની દુનિયા બહું મસ્ત-રોચક હોય છે.

પેગવીન પક્ષીની મહત્વની વાત એ છે કે,

તે પાણીની અંદર પોતાનો શ્વાસ રોકી 20 મીનિટ સુધી રહી શકે છે.

પેંગ્વીન બરફમાં જવા મળતું જાણીતું પક્ષી છે

જે હંમેશા બરફની વચ્ચે રહે છે. ઠંડુ વાતવરણ પેંગ્વીનને ખુબ જ પસંદ આવે છે

પેંગ્વીન પોતાના શરીરની ગર્મી બચાવવા બર્ફથી બને તેટલો સંપર્ક ઓછો કરી નાખે છે

તેના માટે તે પોતાના પગના પંજા પર પેડીના સહારે ઉભા રહે છે.

દુનિયાનું જાણીતું અને ખુબ જ સુંદર પક્ષી એટલે પેંગ્વીન છે.

જે દરિયા કિનારે વિહરીને પોતાના ભોજનની વ્યવસ્થા કરે છે

તેના વધારે અઘરુ એ છે કે પેંગ્વીન હંમેશા શિયાળાની સિઝનમાં જ ઈંડા આપે છે.

સાચી લડાઈ તો અહિથી જ શરૂ થાય છે. પોતાનું જીવન ટકાવવાનું અને ઈંડાની પણ સાર સંભાળ રાખવાની.