ભારતમાં એક એવુ મંદિર છે, જેના વિશે લોકવાયકા છે કે આ કાકણમઠ મંદિર કોઈ માણસોએ નહિ પણ ભૂતોએ તૈયાર કરાવ્યુ હતું
જમીનથી લગભગ 115 ફૂટની ઊંચાઈ પર આવેલું આ મંદિર આસપાસના લોકો માટે કોઈ ચમત્કારથી ઓછું નથી.
સમયે તે કચવાહા વંશના રાજા કીર્તિએ તેમની પત્ની માટે આ મંદિર બનાવ્યું હતું. ઘણા લોકો માને છે કે રાજા કીર્તિની પત્ની કકનાવતી ભગવાન શિવના મહાન ભક્ત હતા
કાકણમઠ મંદિરની રહસ્યમય વાર્તા સાંભળીને ઘણા લોકો થોડા સમય માટે મૂંઝવણમાં મુકાઈ જાય છે.
કેટલાક લોકોનું માનવું છે કે સવાર પડતાની સાથે જ ભૂતોએ મંદિરનું અમુક બાંધકામ છોડી દીધું હતું, જે પાછળથી રાણીએ કરાવ્યું હતું.
આ મંદિર ભારતના અન્ય કોઈ રાજ્યમાં નથી પરંતુ દેશના મધ્યભાગમાં એટલે કે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના સિહોનિયા શહેરમાં આવેલું છે