ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાની એક મુલાકાત

દ્વારકા બાદ સૌથી પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાનો આવે છે. આ એક નાનકડો ટાપુ છે.

આ ટાપુ પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે.

ટાપુ પર કૃષ્ણનું 500 વર્ષ જૂનું પવિત્ર મંદિર આવેલું છે, તેમજ અન્ય મંદિરો પણ અહીં આવેલા છે.

બેટ-દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે.

ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે.

જેમ દ્વારકાનગરી ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની કહેવાય છે તેમ

બેટ-દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશનો રાણીવાસ અથવા નિવાસસ્થાન તરીકે ઓળવામાં આવે છે.

બેટ-દ્વારકામાં અનેક સંપ્રદાયોનાં તીર્થસ્થાનો આવેલ છે.

બેટ-દ્વારકા સમુદ્રથી ઘેરાયેલ ટાપુ હોવાથી રસ્તા માર્ગે તથા રેલ માર્ગે ઓખા પહોંચીને યાંત્રીક હોડીમાં બેટ-દ્વારકા જઇ શકાય છે.