ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, રાસના રંગે રંગાયા લોકો

અહીં આહિર સમાજની બહેનો દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યુ છે. બે દિવસના આ આયોજનમાં 37000 આહિર સમાજની બહેનોએ મહારાસ રમી રહી છે.

દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ રૂક્ષમણી મંદિરના વિશાળ મેદાનમાં રવિવારે મહારાસ રમાયો છે

પરંપરાગત પરિધાન અને સોનાના આભૂષણોમાં સજ્જ થઈ આહિર સમાજની બહેનો રાસ રમતી જોવા મળી હતી.

સતત દોઢ કલાક સુધી મહારાસ રમી આ આહિરાણીઓએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આજની નવી પેઢી પણ ભારતીય સંસ્કૃતિથી માહિતગાર થાય અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ અનુભવે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ મહારાસને નિહાળવા માટે રાજ્યભરમાંથી 2 લાખથી વધુ લોકો આવ્યા હતા.

આ મહારાસ થકી દ્વારકાધિશની નગરીમાં 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી સજીવન થયો છે.

શ્રીકૃષ્ણ અને તેમના વંશજોની તે સ્મૃતિરૂપે જ દ્વારકામાં આ મહારાસનું આયોજન કરાયું હતું

આ મહારાસના આયોજન થકી હજારો ગોપીઓ વચ્ચે જાણે ભગવાન શ્રીકૃષ્ણ ખુદ રાસ રમવા આવ્યા હોય તેવુ હરકોઈ અનુભવી રહ્યુ હતુ.

ભોજન અને ભજનનો અહીં અદ્દભૂત સમન્વય જોવા મળ્યો

જો કે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો એકતા અને શાંતિ સંદેશ તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાનો હતો.

5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી થયો જીવંત

આ સમગ્ર આયોજન થકી 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ તો જીવંત થયો જ છે સાથોસાથ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના આતિથ્ય સત્કારનો પણ દર્શન થયા છે.

આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને

પુત્રવધુ ઉષા જે બાણાસુરની પુત્રી હતી તેમણે આ જ ધરા પર રાસ રમ્યો હતો.