જ્યોતિષી અનુસાર, સનાતન ધર્મમાં પિતૃપક્ષનું ખુબ મહત્વ છે

સનાતન ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષની શરૂઆત ભાદરવો માસની પૂર્ણિમા તિથિએ થઇ હતી,અને અમાસની તિથિએ પૂર્ણ થાય છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પરિવારના સભ્યો પોતાના શરીરનો ત્યાગ કરે છે

તેમની આત્માની શાંતિ માટે સાચી શ્રદ્ધા સાથે કરવામાં આવતા તર્પણને શ્રાદ્ધ કહેવામાં આવે છે

પિતૃ પક્ષ દરમિયાન મૃત્યુના દેવતા યમરાજ તમામ જીવોને મુક્ત કરે છે,

જેથી તેઓ તેમના સંબંધીઓ પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે

પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોને તેમના આત્માની શાંતિ માટે અર્પણ કરવામાં આવે છે,

તેનાથી પ્રસન્ન થઈને પિતૃઓ તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રદાન કરે છે.

એવું માનવામાં આવે છે કે, જો તમે શ્રાદ્ધ ન કરો તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી

એવું માનવામાં આવે છે કે, જો તમે શ્રાદ્ધ ન કરો તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી

એવું માનવામાં આવે છે કે, જો તમારા પૂર્વજો તમારાથી ખુશ અથવા સંતુષ્ટ હશે

તો જ તેઓ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપશે. જેના કારણે તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોના મૃત્યુની તિથિએ જરૂરિયાતમંદો અને બ્રાહ્મણોને ભોજન આપવું

અને તેમને આદરપૂર્વક દાન અને દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ.

શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે

ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે.