ડુંગળી બાદ લસણનો ભાવ આસમાને પહોંચ્યો,

આ કિસ્સામાં લસણ માથાનો દુખાવો વધારશે. કારણ કે છૂટક બજારમાં લસણની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે

લસણના ભાવ કેમ વધ્યા?

હવામાનની સ્થિતિ અને કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાના કારણે પાકના નબળા ઉત્પાદનને કારણે લસણના ભાવમાં વધારો થયો છે

લસણ જે ગયા અઠવાડિયે રૂપિયા 200 થી રૂપિય 250 પ્રતિ કિલો હતું.

તે હવે રૂપિયા 350 થી રૂપિયા 400 સુધી પહોંચી ગયું છે.

ઘણી હોટલો અને રેસ્ટોરાં લસણની ચટણી અને લસણની વાનગીઓને મેનુમાંથી હટાવી રહી છે.

વેપારીઓના મતે નવો પાક બજારમાં પહોંચતા હજુ સમય લાગશે અને ત્યાં સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.

મૂળભૂત રીતે ઉત્પાદન ઓછું હોવાથી લસણના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે

જથ્થાબંધ બજારમાં સારી ગુણવત્તાનું લસણ 350 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે.

છૂટક બજારમાં લસણનો ભાવ 400 થી 410 રૂપિયા પ્રતિ કિલો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગયા મહિને લસણનો ભાવ 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો હતો.

શાકભાજી બજારોમાં લસણની કિંમત 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો હતી.

દિવાળી દરમિયાન લસણના ઊંચા ભાવને કારણે સામાન્ય લોકોને થોડી મોંઘવારી સહન કરવી પડી હતી.

દિવાળી નિમિત્તે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી લાતુરના બજારમાં લસણનું વેચાણ થયું હતું.

દર અઠવાડિયે ઓછામાં ઓછા 100 ક્વિન્ટલ લસણ બજારમાં લાવવામાં આવતું હતું.