પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય છે પિતૃ શ્રાદ્ધની વિધી

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવુ છે કે, જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકસાથે અને એક જ જગ્યાએ થાય છે

આ મંદિરના પરિસરમાં આવેલ કુંડમાં ગંગાજી શ્રાવણી અમાસના દિવસે પ્રગટ થાય છે

જેથી તે દિવસે કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.

રફાળેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે.

પાંડવ કાળથી જે મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળી રહ્યા છે અને હાલમાં લોકો જેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે

શ્રાવણ માસ ના અમાસ નાદિવસે મેળો પણ ભરાઈ છે

આ ઉપરાંત રફાળેશ્વર મંદિર માં ભાદરવા મહિના માં અહિયાં "નારણબલી" ની વિધિ પણ કરવા માટે નું ઉતમ સ્થળ માનવા માં આવે છે.

રફાળેશ્વર એ મોરબી થી લગભગ ૧૦ કી .મી. ના અંતરે આવેલ ગામ છે.

આ શિવ મંદિર મોરબીના મહારાજા શ્રી લખધીરજી મહારાજે બંધાવેલ છે