અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના 11થી વધારે જિલ્લાઓમાં વરસ્યા મેઘરાજા
5 દિવસ હળવા વરસાદની છે આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે.
સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 29 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેથી કહી શકાય કે, ફરી ચોમાસુ ફરી સક્રિય થયું છે