ત્રણ દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે,

આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે.

રાજ્યમાં હાલ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે

ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે આજે ત્રીજી ફેબ્રુઆરીના રોજ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે.

ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં વરસાદની કોઇ શક્યતા નથી.

આ સાથે તેમણે જણાવ્યુ કે, લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા ત્રણ દિવસમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય.

અમદાવાદમાં 16.7 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી નોંધાયુ છે.

રાજ્યમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ.

આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે

જે બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. એટલે ત્રણ દિવસ બાદ ઠંડીના ચમકારો વધી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે,

ફેબ્રુઆરીની તારીખ ત્રણથી પાંચ દરમિયાન મજબૂત પશ્ચિમ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવી રહ્યું છે.

જેની અસર દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં થશે

તેઓ આ અંગે વાત કરતા જણાવે છે કે, પશ્ચિમ વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં પણ રાજસ્થાન સાથેના સરહદી ભાગોમાં છાંટા થઈ શકે છે.

જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયું આવી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થઈ શકે છે.