આજી ડેમ આજી નદી પર બાંધવામાં આવેલો બંધ

આજી ડેમ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલા રાજકોટ શહેરમાં આવેલ છે.

આ ડેમ આજી નદી ઉપર બનાવેલ હોવાથી તેનુ નામ આજી ડેમ રાખવામાં આવ્યું

આ ડેમમાં ઉપરવાસનાં ગામો જેવાકે સરધાર, પાડાસણ, રાજ સમઢીયાળા, અણીયારા અને વડાળીનું પાણી આવે છે

જયારે વરસાદ વધારે થયો હોય ત્યારે આ ડેમ ઘણીવાર છલકાયો પણ છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં અલગ અલગ જાતનાં વૃક્ષો, છોડ અને વેલાઓથી સજ્જ બગીચો બનાવ્યો છે.

આ ઉપરાંત ડેમનાં બંધની બરોબર ઉતરે આવેલી ધાર ઉપર માછલી ઘર પણ બનાવ્યુ છે

જેમાં ઘણી બઘી જાતોની માછલીઓ રાખવામાં આવી છે, જેથી માછલીની જાતો વિશે જાણકારી મળી રહે.

આ માછલી ઘરની બરોબર પાછળની બાજુએ નીચે ઉતરતા હિંચકા,

લપસણી અને જુદી જુદી રમતો રમવા માટેનું નીચે ભોગાવો રેતી પાથરેલું સ્ટેન્ડ આવેલું છે.

તેમજ અહી અલગ અલગ જાતનાં પક્ષીઓ પણ "પક્ષી ઘર"માં રાખવામાં આવેલ છે

તથા મગર પાર્ક પણ છે.

તેમજ પ્રાણીસંગ્રાહાલય પણ વિકસાવેલ છે.

જેમાં વાઘ, ચિત્તો, સિંહ તેમજ રીંછ જેવા જંગલી પ્રાણીઓ છે.

આ સિવાય ઉધાન પણ આવેલ છે.

જેમાં હરણ, સાબર, નીલગાય અને અન્ય જુદા-જુદા પ્રાણીઓ પણ છે.