અજમલગઢ ઘોડમાળ, ગુજરાત નજીક આવેલ એક ડુંગર

અજમલગઢ ભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે.

અહીં બે મંદિરો (શિવમંદિર અને રામમંદિર) તથા પારસી સ્થાનક (સ્મૃતિ-સ્તંભ) પણ આવેલ છે.

ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે પણ ઘેરાયેલું હોવાને કારણે રમણીય છે

અહીંથી પશ્ચિમ દિશામાં કેલિયા બંધનું જળાશય નજરે પડે છે.

હાલમાં આ ડુંગરની ટોચ સુધી નાનાં વાહન (જીપ) દ્વારા પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવેલ છે

આસપાસના વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ પર આવેલ

આ વ્યૂહાત્મક સ્થળ પહેલાંના સમયનો ઇતિહાસ ધરાવે છે.

જૂના સમયમાં શિવાજીના લશ્કરના સરદારો

મહારાષ્ટ્રથી સુરત આવવાના સમયે લશ્કરી દૃષ્ટિએ મહત્વના આ વ્યૂહાત્મક સ્થળે રોકાણ કરતા હોવાનો ઇતિહાસ છે

આ ઉપરાંત અહીં

પારસીઓના આતશ બહેરામ (પવિત્ર અગ્નિ) પણ અહીં રાખવામાં આવ્યો હોવાનો પણ ઇતિહાસ છે.

પારસીઓ પોતાના ધર્મની રક્ષા અર્થે ઈરાનથી ભારત દેશમાં ગુજરાતના સંજાણ બંદર ખાતે ઉતર્યા હતા

અને રાજા જાદીરાણાનાં રાજયમાં આશરો લીધો હતો.

કટોકતી સર્જાતા પવિત્ર અગ્નિ અજમલગઢ પહાડ ઉપર વાંસદાના રાજા કિર્તી દેવે આશરો આપ્યો હતો

હાલમાં આ સ્થળે તેની પવિત્ર યાદગીરી રૂપે ૨૧ ફૂટ ઊંંચા સ્મૃતિ-સ્તંભની સ્થાપના કરવામાં આવેલ છે