હંમેશા હૉલમાર્ક જ્વેલરી ખરીદવાનો જ આગ્રહ રાખો,

સોનાની જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવેલું છે. છતાં લોકો સોનાની ભેળસેળથી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે.

પરંતુ ક્યારેય 24 કેરેટના સોનાના ઝવેરાત બની શકતા નથી. કારણ કે તે ખૂબ નરમ સોનું હોય છે.

સામાન્ય રીતે, 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણામાં થાય છે.

જે 91.66 ટકા સોનું છે.

જ્વેલરીમાં શુદ્ધતા માટે હોલમાર્ક સાથે 5 પ્રકારના માર્કસ હોય છે.

22 કેરેટના ઘરેણા પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 અંક, 14 કેરેટ માટે 585 અંક હોય છે.

હોલમાર્ક એ ભારતીય માનાંક સંસ્થા – BIS બ્યુરોનું ત્રિકોણાકાર ચિહ્ન છે

જે સોનાની કેરેટની શુદ્ધતાના નિશાનની બાજુમાં હોય છે.