અમરનાથ (તીર્થધામ) હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ

અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે.

અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે

કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.

અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે.

પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે.

અમરનાથ ગુફાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે

દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવના ભક્ત તેમની એક ઝલક મેળવવા માટે દૂર-દૂરથી આવે છે.

દક્ષિણ કાશ્મીરના હિમાલયનો પ્રદેશમાં અમરનાથ ગુફા સ્થિત છે,

જે શ્રીનગરથી લગભગ 141 કિલોમીટરના અંતરે 3888 મીટર એટલે કે 12756 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે.