અંબાડી એ ભારતમાં ઉગતી એક આયુર્વેદિક ઔષધીનો છોડ છે.

અંબાડીના પર્ણનું શાક (ભાજી) બનાવવામાં આવે છે.

અંબાડીના છોડને ઉખેડી નાખ્યા પછી

તેના મૂળ પકડી ઝૂડી નાંખવાથી તેની છાલમાંથી રેષા છૂટા પડે છે અને તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

આ વનસ્પતિનું મોટા ભાગનું ઉત્પાદન ચીન ખાતે થાય છે

આ વનસ્પતિના છોડ ૧.૫ થી ૨ મીટર ઊંચા વધતા હોય છે.

આ વનસ્પતિ સરળ હોય છે. તેનાં પાંદડા સ્વાદમાં ખાટાં હોય છે

આ વનસ્પતિના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. તેને 'હેશ તેલ' કહેવામાં આવે છે

તેમાં ઓમેગા ૩ અને ઓમેગા ૬ નામના ફેટી એસિડનું ભરપૂર પ્રમાણ હોય છે.

માનવ શરીર માટે તે આવશ્યક તથા ગુણવર્ધક હોય છે.

આ છોડ વિવિધ આબોહવા અને સંજોગોમાં વાવી શકાય છે.

પુષ્પોનો રસ ખાંડ અને કાળાં મરી સાથે આપવાથી પિત્તદોષ મટે છે.

તેનું તેલ સખત સાબુ, લિનોલિયમ, રંગ અને વાર્નિશ બનાવવામાં ઉપયોગી છે.

દુખાવા અને ઉઝરડાઓ પર તેનાં બીજની પોટીસ બનાવી બાંધવામાં આવે છે.