અંબાજી ઉત્તર ગુજરાતમાં આવેલું મંદિર અને નગર

અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે.

અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફૂટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે.

દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે

ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે

અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે

અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને "ચાચરના ચોકવાળી માં " પણ કહેવામાં આવે છે.

દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે

અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.