અમૂલ ભારતીય સહકારી દૂધ મંડળી

અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે

અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે,

જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે.તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે

અમૂલ ભારતની સૌથી મોટી ખાધ ઉત્પાદન બ્રાંડ અને વિશ્વની સૌથી મોટી દુધના પાઉચ બનાવતી બ્રાંડ છે

સૌથી વધુ ડેરી પેદાશની નિકાશ માટે અમૂલ દેશમાં અગ્રેસર છે.

અત્યારે અમૂલની બનાવટો વિશ્વના ૪૦ દેશોમાં ઉપલબ્ધ છે.

હાલમાં અમૂલ વિવિધ પ્રકારની પેદાશો જેવી કે, દુધનો પાવડર, પનીર, યુ.એચ.ટી. દુધ, ઘી, અને દેશી મિઠાઇ વગેરેની નિકાશ કરે છે.

તેનુ વાર્ષિક ટર્નઓવર US $૨.૨ billion (2010–11) છે

અમૂલે આજે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો છે.