રાજ્યમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ,

કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા સૌથી ઠંડાગાર

દેશા પહાડી રાજ્યોમાંમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.

ત્રણ દિવસ ઠંડીના જોરમાં આંશિક વધારો રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

વિભાગના અનુસાર,

પવનની ગતિ વધતા કડકડતી ઠંડી પડશે અને પવનની ગતિ 20 થી 30 કિમીની રહેશે.

ગુરુવારે કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા રહ્યા સૌથી ઠંડાગાર.

આ બંને શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટ અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે

જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન 16થી 18 રહેશે. તો અમરેલીમાં 17.7 ડિગ્રી, વડોદરામાં 18.4 અને ભાવગર-સુરતમાં 19 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું છે.

દેશા પહાડી રાજ્યોમાંમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 થી 5 દિવસમાં દિલ્હી અને

આસપાસના શહેરોમાં વરસાદની સંભાવના છે. વરસાદની સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. આવી સ્થિતિમાં ઠંડી ફરી પાછી ફરશે.