ગાંધીનગરમાં અક્ષરધામ સિવાય પણ ઘણાં ફરવાલાયક સ્થળ આવેલાં છે.

મહાત્મા મંદિર, દાંડી કુટીર, સેક્ટર 28નો બગીચો વગેરે સ્થળોએ ફરીને મિનિ પ્રવાસની મજા માણી શકાય છે

આ સ્થળો પર ખાસ્સી ભીડ રહેતી હોય છે.

રવિવારે દાંડી કુટીર ફરવા જાઓ તો સવારનો સમય પસંદ કરવો વધુ હિતાવહ છે.

શું છે દાંડી કુટીરમાં?

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે.

આ કુટિરમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીજીના જીવન પર બનાવાયેલો 3D લેસર શો

ગાંધીજીના જીવન આધારીત પ્રદર્શની તેમજ મીઠાનો સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, ઐતિહાસીક દાંડીકૂચ તેમજ અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

મહાત્મા મંદિરની સામે જ દાંડી કુટિર આવેલી છે.

અહીં ભારતીય નાગરીકો માટે ટિકિટના દસ રુપિયા અને ફોરેનર્સ માટે 200 રુપિયા રાખવામાં આવ્યાં છે.

આ પ્રદર્શનીમાં એક શો દોઢ કલાકનો હોય છે.

જેના માટે પ્રત્યેક ટૂરિસ્ટ્સને હેડફોનથી લઈને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે

દસ રુપિયાની ટિકિટમાં ટૂરિસ્ટ્સ દોઢ કલાક સુધીની પ્રદર્શની માણી શકે છે.

એક બેચમાં 40 ટૂરિસ્ટ્સ પ્રદર્શની માણી શકે છે

રવિવારે અને રજાના દિવસે બપોરે એક વાગ્યા સુધીમાં તો

સાંજ સુધીના શો હાઉસફુલ થઈ ગયા હોય તો ટૂરિસ્ટ્સને નિરાશ થવું પડે છે