ઘરની સફાઈ કરતા કંટાળી ગયા છો ?

આ Tipsથી ઓછી મહેનતથી થશે ઘર ચકાચક

બારીની ચમક જાળવી રાખવા માટે

લીંબુના છોતરાને કાચ પર ઘસો, ત્યારબાદ કોરા કપડાંથી કાચની બારીને લૂછી લો.

ફર્નિચરનાં (Furniture) પાયા પર જામેલા પાણીના નિશાનને દુર કરવા માટે

ફર્નિચરનાં ડાઘવાળી જગ્યાએ એક વટાણાના દાણા જેટલું ટુથપેસ્ટ લગાડો.

ઘરમાં નાના બાળકો હોય તો દીવાલ પર તેઓએ કરેલા ડ્રોઇંગ અથવા

દીવાલ પર પડેલા નિશાનને દૂર કરવા તેની પર ડિયોડરન્ટ છાંટો. ત્યાર બાદ કપડાંથી તેને સાફ કરી લો.

નરમ, મુલાયમ કપડાંથી ડાઘવાળી જગ્યા પર ટુથપેસ્ટ લગાડો અને હળવે હાથે ઘસો

કપડાંથી લુછી લો. આ ઉપાયોને અપનાવવાથી તમારા ઘરની દરેક વસ્તુ એકદમ ચમકી જશે અને ચોખ્ખી દેખાશે.

કાર્પેટ્સની સફાઇ કરતી વખતે

ચા પત્તિને તેની પર છાંટો અને થોડી વાર બાદ તેને ખંચેરી લો.

સોફા પર લાગેલા ડાઘને દૂર કરવા

પહેલા કેરોસીન અથવા પેટ્રોલના ટીપાં છાંટીને તેને મુલાયમ કપડાંથી ઘસો. ડાઘ ઝડપથી દૂર થશે.

પડદા અને સોફાના કવર ધોયા બાદ

હલકાં ભીના હોય ત્યારે જ તેની પર ઇસ્ત્રી ફેરવો.