આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે.

તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે.

નવા પર્ણો આછા છીંકણી રંગ ના હોય છે.

પર્ણો જેમ મોટા થાય છે તેમ આછા લીલાં રંગ ના બને છે, અને છેવટે તે સંપૂર્ણ ઘાટ લીલાં રંગ નાં થાય છે.

વસંતઋતુમાં વૃક્ષ નાજુક તારા જેવા નિસ્તેજ લીલા ફૂલોથી ઢંકાઈ જાય છે

ફૂલો ટૂંકા સમયગાળા માટે ખીલે છે, (સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયા), પરંતુ તે તેમના રંગને કારણે સ્પષ્ટ નથી.

પાંદડા તહેવારો દરમિયાન સુશોભન માટે વપરાય છે

આ વૃક્ષ ભારતભરના બગીચાઓમાં એક મુખ્ય આકર્ષણ છે.

સનાતન ધર્મ માં આ વૃક્ષ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે

ઉત્સવોમાં લગ્ન પ્રસંગોમાં આસોપાલવના પાંદડાના તોરણ લટકાવામાં આવે છે.