પાટણ ના શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં અતિરુદ્ર મહાયજ્ઞ નો પ્રારંભ

શ્રાવણ માસ નિમિત્તે પાટણમાં સરસ્વતી નદીના કાંઠે અતિરુદ્ર મહાયજ્ઞનો મહાપર્વ યોજવામા આવ્યો છે

અતિરુદ્ર મહાયજ્ઞમાં 11 દિવસ સુધી 51 યજમાન યજ્ઞમાં બેસશે

તો 70 જેટલા ભૂદેવો મંત્રોચ્ચાર થકી મહાયજ્ઞમાં આરાધના કરાવશે

આ મહાયજ્ઞ નો પ્રારંભ 1 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર ના રોજ પુર્ણાહુતી થશે

અતિરુદ્ર મહાયજ્ઞ માટે છેલ્લા ત્રણ માસથી વઘુના સમયથી આયોજન શરુ કરવામાં આવ્યું છે

અતિરુદ્ર મહાયજ્ઞમાં સૌથી વિશેષ અને શીવભક્તો માટે ખાસ વાત એક એ પણ છે કે

આ મહાયજ્ઞ જાણીતા અને આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશ બાપુના માર્ગદર્શન હેઠળ થવાની છે.

પાટણની પવિત્ર ધરતી પર અનેક વર્ષોની પ્રતિક્ષા બાદ આખરે નગરજનો ન માત્ર એક દિવસ...

પરંતુ અગિયાર દિવસ સુધી અતિરુદ્ર મહાયજ્ઞના દર્શનની સાથે-સાથે મહાપર્વના સાક્ષી પણ બનશે.