બજરંગદાસ બાપાને મળ્યું છે રાષ્ટ્રીય સંતનું બીરુદ,

ગુજરાતમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે, આવું જ એક ઐતિહાસિક મંદિર બગદાણામાં આવેલું છે.

અહીં સંત બાપા સિતારામના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે.

દેશ-વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે.

ભાવનગર શહેરથી લગભગ ૮૩ કિ.મી.નાં અંતરે આવેલુ છે.

આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસબાપાની ઝુંપડી જ આવેલી હતી. જયાં હાલ મોટો આશ્રમ આવેલો છે.

જે ગુરૂ આશ્રમ તરીકે વિખ્યાત છે.

જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ છે.

આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે.

જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.